છેલ્લા થોડાક લેખમાં રસોડા અને ઘરના મુખ્ય દરવાજા વિશે ચર્ચા કરી. ઘરમાં મુખ્ય દરવાજા નું મહત્વ ફક્ત ઘરમાં દિશાઓ નક્કી કરવા પૂરતું જ હતું અને તે પણ ઘરનો દરવાજો અંદરની બાજુથી ખોલતા સામે કઈ દિશા છે તે જાણવા માટે ઉગતા સૂર્યની દિશા બાજુ દરવાજો રાખવામાં આવતો હતો અને તેની મદદથી બાકીની દિશાઓ જાણી શકાતી હતી. (ત્યારે હોકાયંત્ર નહોતા).
જો ઘરનો મુખ્ય દરવાજો સૌથી સારી દિશામાં ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઘરની અંદરની ગોઠવણી તમે એવી રીતે કરો કે તમારું ઘર વધુમાં વધુ વાસ્તુનિયમ મુજબ થઇ શકે. આજે વસ્તુથી લોકો ગભરાય છે. તેનું એક કારણ કહેવાતા વસ્તુગુરુઓની ડરાવનારી ધમકીઓ છે, જેમ કે અમુક નિયમો નહિ અનુસરવાથી દેવાળું નીકળશે અથવા અમુક નિયમો અવગણવાથી ઘરમાં કોઈનું મરણ થશે. લોકો પાસે વાસ્તુનિયમોનું પાલન કરાવવા ઘરમાં અમુક દીવાલો કે ફર્નિચર તત્વોનું કહેવામાં આવે છે, જે ખરેખર જરૂરી નથી હોતું. ફક્ત થોડાક ફેરફાર કરીને પણ વાસ્તુ હકારાત્મક ઘર બનાવી શકાય છે, પણ તે માટે વિસ્તારપૂર્વકની માહિતી હોવી જરૂરી છે.
આ બધું લખવાનું ખાસ કારણ એ છે કે કેટલાક વાચકો દ્વારા એવું પૂછવામાં આવે છે કે તેઓના ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ (કે ઉત્તર કે દક્ષિણ) દિશામાં છે તો શું તેઓએ તે ઘર વેચીને બીજું ઘર ખરીદવું જોઈએ?વળી એક વાચક મિત્ર તો પોતાનો બે બેડરૂમનો ફ્લેટ નજરભાવ કરતા પણ સસ્તામાં વેચીને નાનો ફ્લેટ લેવા માટે વધારાના પૈસા નહોતા અને એક વાસ્તુશાસ્ત્રીએ તેમને ગભરાઈ દીધા હતા. કે તેનું ઘર વાસ્તુનિયમથી વિરુદ્ધ છે. તો આ વાચકમિત્રને મારી સલાહ છે કે ઘર વેચવાની કોઈ જ જરૂર નથી. ઘણા ઘર એવા હોય છે કે જેમાં મુખ્ય દરવાજો વાસ્તુનિયમ મુજબ હોવા છતાં અંદરની ગોઠવણી વાસ્તુનિયમ મુજબ ન હોવાને કારણે નકારાત્મક અસારવાળું હોય છે અને કેટલાક ઘર એવા પણ હોય છે કે ઘર નું મુખ્ય દરવાજો વાસ્તુનિયમ મુજબ ન હોવા છતાં અંદરની બીજી બધી ગોઠવણી એટલી તો વાસ્તુનિયમ મુજબ હોય છે કે ઘરમાં રહેતા સભ્યો આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક રીતે સુખી અને સમૃદ્ધ હોય છે. માટે જ તમારા ઘરનો દરવાજો ગમે તે દિશામાં હોય, પરંતુ તમારે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.