વાસ્તુશાસ્ત્ર શબ્દ કે જે ભારતમાં સદીઓથી વપરાય છે. તે શબ્દને જર્મનીમાં પેટન્ટ કર્યો છે. જર્મનીમાં હવે વાસ્તુશાસ્ર નું મહત્વ સમજાયું છે. કાલે કદાચ તેનું મહત્વ અનેકગણું વધી જશે કારણકે આપણી આજુબાજુનું સમગ્ર વાતાવરણ વધુ ને વધુ દૂષિત થતું જાય છે અને તેનાથી બચવા કદાચ કાલે આ જ વિજ્ઞાનનો સહારો લેવો પડશે
વાસ્તુશાસ્ત્ર એટલે શું? તેના નિયમો, તેનો ઘરમાં ઉપયોગ કઈ રીતે કરવો? એટલે કે ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમો ને અનુસરીને કઈ રીતે ગોઠવણી કરવી તે વિશે આપણે વિગતવાર ચર્ચા કરી કે જેથી કોઈને વાસ્તુશાસ્ત્ર વિષે જરાપણ જાણકારી ના હોય. તે પણ પોતાના ઘરમાં વાસ્તુનિયમોનું પાલન કરી શકે.
આજકાલ 'વાસ્તુશાસ્ત્ર' શબ્દને આંતરરાટ્રીય ખ્યાતિ મળી રહી છે. સમાચાર પત્રોમાં વાંચવા મળે છે કે જર્મનીની એક આર્કિટેક્ટ ફર્મે 'વાસ્તુશાસ્ત્ર' શબ્દ પેટન્ટ કર્યો છે. વાસ્તુશાસ્ત્ર શબ્દ કે જે ભારતમાં સદીઓથી વપરાય છે. તે શબ્દને જર્મની પેટન્ટ કર્યો છે.
જર્મનીમાં હવે વાસ્તુશાસ્ત્રનું મહત્વ સમજાયું છે. કાલે કદાચ તેનું મહત્વ અનેકગણું વધુ જશે કારણ કે આપણી આજુબાજુનું સમગ્ર વાતાવરણ વધુ ને વધુ દૂષિત થતું જાય છે અને તેનાથી બચવા કદાચ કાલે આ જ વિજ્ઞાનનો સહારો લેવો પડશે.
આ વાતનો અણસાર કદાચ જર્મન વૈજ્ઞાનિકોને આવી ગયો હશે. તેથી જ તેઓ ચેતી ગયા છે અને આ વિસય પાર રિસર્ચ કરી રહ્યા છે. તેમને ખબર છે કે આ વિજ્ઞાન ભવિષ્ય માં બહુ અગત્યતા ધરાવશે અને એટલે જ તેમણે વાસ્તુશાસ્ત્ર શબ્દ ને પેટન્ટ કર્યો છે કે જેથી તેના ઉપર તેમનો હક્ક રહે તેમને ખ્યાલ છે કે (જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરીફસ એન્ડ ટ્રેડ જ ૧૦૦ દેશો વચ્ચે થયેલું છે).
જો સક્રિય થશે અને બીજા લોકો કે દેશ ઉપર પ્રતિબંધ લાદશે તો તેઓનો આ શાસ્ત્ર ઉપર હક્ક રહેશે નહિ. પરંતુ તેઓ એક વાત ભૂલી રહ્યા છે કે વાસ્તુશાસ્ત્ર શબ્દ તો સદીઓથી ભારત સાથે વણાઈ ગયો છે આ શબ્દ ઉપર ભારતનો અબાધિત અધિકાર છે. કોપીરાઈટના કાયદા મુજબ આ શબ્દ જે પેહલા વાપરે તેનો જ આ શબ્દ ઉપર હક્ક રહે છે અને તેથી આ શબ્દ આપણો છે.
આ શાસ્ત્ર પણ આપણું જ છે તો પછી આપણે ચિંતિત થવાનું કોઈ કારણ?
હવે આપણે કોમર્શિયલ જગ્યા માટે વાસ્તુશાસ્ત્ર વિશે ચર્ચા કરીશુ. તો કોમર્શિયલ જગ્યામાં કઈ કઈ જગ્યા આવી શકે?
ઓફિસ, દુકાન, શોરૂમ, કન્સલ્ટિંગ રૂમ, ડિસ્પેન્સરી, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, હોટલ અને તેમાં રહેવાના રૂમ, રિસોર્ટ, ક્લબ હાઉસ, પેટ્રોલ પમ્પ, શાળા, કોલેજ વગેરે.
આવતા અંકમાં આપણે ઓફિસ (નાની અને મોટી) માટે વાસ્તુશાસ્ત્રની ચર્ચા કરીશુ. તે પહેલા થોડાક પ્રસ્નોના ઉત્તર.
પ્ર. ૧: અમે નવો ફ્લેટ ખરીધો છે તેનું મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર પૂર્વ તરફ છે (ઘરમાં દાખલ થતી વખતે). રસોડું દક્ષિણમાં છે અને ગેસ દક્ષિણ- પૂર્વમાં છે. અમારો બેડરૂમ પશ્ચિમ દિશામાં છે અને સૂતી વખતે માથું દક્ષિણમાં રહે છે. મારી પુત્રીનો બેડરૂમ ઉત્તરમાં છે અને તેનું માથું સૂતી વખતે પશ્ચિમમાં રહે છે. જો કોઈ ફેરફાર જરૂરી હોય તો જણાવવા વિનંતી.
ઉત્તર: તમારું ઘર વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ સારું છે. જો શક્ય હોય તો તમારી પુત્રીને સૂતી વખતે માથું દક્ષિણમાં રાખવાનું કહો તો તેના સ્વભાવમાં નરમાશ આવશે. (પશ્ચિમમાં માથું રાખીને સૂવાથી અને રૂમ ઉત્તર દિશા માં હોય તો સ્વભાવ ઘણો જ ગરમ રહે છે).
પ્ર. ૨. હું મુંબઈમાં રહું છુ અને મારા લગ્ન મોરેશિયસમાં રહેતી એક યુવતી સાથે થવાના છે, હું મોરેશિયસમાં સ્થિર થવા ઈચ્છું છુ અને ત્યાં એક ઘર ખરીદવાનો વિચાર છે પણ મને સમજાતું નથી કે કેવું ઘર ખરીદવું અને ક્યાં ઘર ખરીદવું. વળી લગ્ન કરવા માટે કયો સમય શ્રેષ્ઠ છે? જો આપ શ્રી થોડી મદદ કરી શકશો તો આપણો આભાર.
ઉત્તર: ભાઈશ્રી લગ્ન અને સુખી જીવન માટેની હાર્દિક શુભેચ્છા. તમે ઘર માટે પૂછ્યું તો તમે મોરેશિયસમાં જ્યાં પણ ઘર ખરીદો તો સૂતી વખતે માથું પૂર્વ દિશામાં રાખશો કેમ કે મોરેશિયસ દક્ષિણ ગોળાર્ધમાં અને ઈકવેટરની નજીક આવેલું છે. એટલે કે દક્ષિણ ધ્રુવથી નજીક છે.