Login Form

Create an Account ? SignUp

Forgot Password

Download Form

ચુંબક તત્વ અને મનુષ્ય જીવન

ચુંબક તત્વ અને મનુષ્ય જીવન

શરીરની સમગ્ર ચુંબકીય શક્તિને ગણતરીમાં લઈએ તો જયારે ઉત્તરમાં માથું અને દક્ષિણમાં પગ હોય તો જેમ બે સમાન ચુંબકીય શક્તિ એકબીજાને અનાકર્સે છે તેમ ઉત્તર દિશામાં માથું હોવાથી મગજમાં અનાકર્ષણ પેદા થશે અને પરિણામે મગજમાં લોહીનું પરિભ્રમણ ખુબ જ ઝડપથી થશે. જયારે ઊંઘ દરમિયાન મગજમાં લોહીના પરિભ્રમણની ગતિ ઓછી હોવી જોઈએ, જેથી મગજ શાંત રહે અને મગજને પૂરતો આરામ મળે, પણ ઊંઘ દરમિયાન જો મગજમાં લોહી નું પરિભ્રમણ ઝડપી હોય તો મગજ ઉશ્કેરાયેલું રહેશે અને માનસિક થકાં અનુભવાશે.

વાસ્તુશાસ્ત્રના ક્ષેત્રમાં એક આર્કિટેક્ટ તરીકેના ગહન અભ્યાસ તથા અનુભવ દરમિયાન હું એવા કેટલાક લોકોને મળ્યો ચુ જે એવા ઘરમાં રહેતા હતા જે વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ પ્રાણીઓ માટે પણ રહેવા યોગ્ય ન હતા અને તે જ ઘરમાં વાસ્તુના નિયમ મુજબ ફેરફાર કાર્ય બાદ તેમની માનસિક, શારીરિક હાલતમાં થયેલા ફેરફારો આંચકો આપે તેવા હોય છે. નાના નાના ફેરફાર કરવાથી પણ રોજિંદા જીવનમાં જે બદલાવ આવે તે આશ્ચર્યજનક હોય છે.

ગયા હપ્તામાં સૂર્યશક્તિની અસર ઉપર પ્રકાશ વિશે જણાવ્યું. આ વખતે આપણે પૃથ્વીની ચુંબકીય શક્તિ વિષે ચર્ચા કરીશું, જેની વાસ્તુના નિયમો ઉપર લગભગ ૪૦-૫૦% જેટલી અસર છે.

માની લો કે આપણા ભારત દેશનું પૃથ્વીના ગોળાપાર સ્થાન ૮` ઉ. થી ૩૭` ઉ. અક્ષાંસ પર છે, એટલે કે કન્યાકુમારીથી કાશમીર સુધી ભારતે ૨૯` અક્ષાંસ આવરી લીધા છે.

હવે, ઉત્તર ગોળાર્ધમાં હોવાથી આપણે દક્ષિણ કરતા ઉત્તરીય ચુંબકીય શક્તિ થી વધુ નજીક હોઇશુ અને તેથી આપણી ઉત્તર ઉત્તરીય શક્તિની અસર વધુ હશે તેવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં રહેતા લોકો દા.ત. ઑસ્ટ્રેલિયન માટે વાસ્તુના નિયમો જુદા હશે.

આપણે સૌ ચુંબકીય શક્તિ વિષે જાણીએ છીએ અથવા તો આપણે સાંભળ્યું છે કે ચુંબકીય વિજ્ઞાન એ પ્રાચીન ભારતનું વિજ્ઞાન છે અને તે મેડિકલ સાયન્સની પ્રશાખા તરીકે વિશ્વભર માં સ્વીકૃત છે અને તેનો ઉપયોગ ચોક્કસ શારીરિક તકલીફો દૂર કરવા માટે થાય છે. (આપણા લોહીમાં લોહતત્વ હોય છે અને ચુંબકીય શક્તિ લોહીના પરિભ્રમણને અસર કરે છે).

હવે જો શરીરની સમગ્ર ચુંબકીય શક્તિને ગણતરીમાં લઈએ તો જયારે ઉત્તરમાં માથું અને દક્ષિણમાં પગ હોય તો જેમ બે સમાન ચુંબકીય શક્તિ એકબીજાને અનાકર્સે છે તેમ ઉત્તર દિશામાં માથું હોવાથી મગજમાં અનાકર્ષણ પેદા થશે અને પરિણામે મગજમાં લોહીનું પરિભ્રમણ ખુબ જ ઝડપથી થશે.

જયારે ઉંઘ દરમિયાન મગજમાં લોહીના પરિભ્રમણની ગતિ ઓછી હોવી જોઈએ, જેથી મગજ શાંત રહે અને મગજને પૂરતો આરામ મળે, પણ ઊંઘ દરમિયાન જો મગજમાં લોહીનું પરિભ્રમણ ઝડપી હોય તો મગજ ઉશ્કેરાયેલું રહેશે અને માનસિક થકાં અનુભવાશે. અને આપણે માનસિક રીતે અસ્વસ્થ હોઇશુ તો ઉચિત નિર્ણય લઇ શકતા નથી અને ઘણી વખત વિપરીત પરિસ્થિતિ પણ ઉભી થાય છે.

વાસ્તુના આ નિયમને આપણે જ આપણા અંગત અનુભવ પરથી પ્રભાવિત કરી શકીએ છીએ.

આ માટે ફક્ત બે મહિના ઉત્તર દિશામાં માથું રાખીને સુવાનું છે અને બે મહિના દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાનું છે, ફરક તરત જ જણાઈ આવશે.

ચુંબકીય શક્તિ એક એવી શક્તિ છે કે જે અનુભવી શકાતી નથી, તેનો પત્તો મેળવવો પણ મુશ્કેલ છે. પરંતુ જો એક નાનકડું લોહચુંબક સોયને નચાવી શકતું હોય તો પૃથ્વીનો આખો ગોળો એક ચુંબક છે, તેની અસર કેટલી હશે?

પૃથ્વીનો એક એક તસુ ચુંબકીય શક્તિની અસર તળે છે, તેથી શક્ય તેટલા ચુંબકીય શક્તિ સાથે સંકળાયેલા વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એટલું જ કે સૂતી વખતે યોગ્ય દિશામાં માથું રાખવું જોઈએ.

અભ્યાસ કે ધ્યાન પણ યોગ્ય દિશામાં બેસીને કરવા જોઈએ. ઓફિસમાં પણ સ્ટાફને બેસવાની જગ્યા આ રીતે રાખવી જોઈએ કે જેથી તેમની આવડતનો વધુમાં વધુ લાભ લઇ શકાય.

Download our Mobile App
  • Vastu Advisor User
  • Vastu Advisor Pro