Login Form

Create an Account ? SignUp

Forgot Password

Download Form

વાસ્તુશાસ્ત્ર હકારાત્મક તેમ જ નકારાત્મક ઉપયોગ પણ થાય છે!

વાસ્તુશાસ્ત્ર હકારાત્મક તેમ જ નકારાત્મક ઉપયોગ પણ થાય છે!

પહેલાના વખતમાં લોકો ઘરના દરવાજા ખુલ્લા રાખતા અને સૂર્યની હકાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતી હતી. પરંતુ જયારે ઘરના દરવાજા આખો વખત બંધ રહેતા હોય છે હકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતા અવરોધાય છે.

આજે કેટલાક વાચકોના પ્રસ્નોના જવાબ આપવામાં આવ્યા છે અને હા, જે વાચકોના પાત્રોના જવાબ આમ સામેલ કરવામાં નથી આવ્યા તેઓએ નિરાશ થવાની જરૂર નથી. તેમના પ્રસ્નોનાં જવાબ તેઓને પત્ર દ્વારા અવશ્ય મળી જશે. એ આનંદની અનુભૂતિ કંઈક ઑર જ છે. જયારે તમારા કામ ની કદર આટલી સરસ રીતે થાય. જે રીતે તમારા વાચકો દ્વારા ઢગલાંબંદ પ્રસ્નો પાત્ર દ્વારા અને ફોન દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. એક વાચકે તેમની ઓફિસનો પ્લાન મોકલ્યો છે.

આ પ્લાન જોતા એક વસ્તુ ક્લાઈન્ટની યાદ આવી ગઈ. તેમની નરીમન પોઇન્ટ પરની ઓફિસમાં વસ્તુ અંગે મદદ જોઈતી હતી. તેમની મૂંઝવણ કંઈક જુદી જ હતી. તેમની ઓફિસ માં લગભગ ૧૨ માણસો કામ કરતા હતા અને તે ૧૨ માંથી ૨ કર્મચારી ખુબ જ જુના હતા. તેઓ ઓફિસના કામમાં સહકાર આપતા નહોતા આ ભાઈને એવી લાગણી થતી હતી કે તે બે કર્મચારીઓ જ ઓફિસની પ્રગતિમાં અડચણ લાવી રહ્યા છે અને તેથી તેઓ આ બંને કર્મચારીઓને નોકરી માંથી બરતરફ કરવા માંગતા હતા. પરંતુ તેમણે વિચાર આવ્યો કે જો વાસ્તુશાસ્ત્રને અનુસરીએ તો ફાયદો થાય. જેવી રીતે તેનો હકારાત્મક ઉપયોગ થાય તેવી જ રીતે તેનો નકારાત્મક ઉપયોગ પણ થઇ શકે. તેઓ વાસ્તુશાસ્ત્રની મદદથી બંને કર્મચારીઓને દૂર કરવા માંગતા હતા. તેમણે કર્મચારીગણ માટે કામ કરતી વખતે બેસવાની દિશા હકારાત્મક દિશા અને નકારાત્મક દિશા અંગે પૂછ્યું. મેં નિર્દોષભાવે તેમના સવાલોના જવાબ આપ્યા. લગભગ છ મહિના પછી તેમનો ફોન આવ્યો તે જણાવવા માટે કે વણજોઇતા બે સ્ટાફસભ્યોમાંથી એકે નોકરી છોડી દીધી છે અને બીજા ભાઈ પણ થોડા વખતમાં નોકરી છોડવાનું વિચારી રહ્યા છે.

હું અહીં તમને વસ્તુનો નકારાત્મક ઉપયોગ કરવાનું નથી સૂચવતો પરંતુ કેહવા માંગુ છુ કે વસ્તુ એ બેધારી તલવાર છે અને તે વાપરતી વખતે ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે અને તેનો વ્યવસ્થિત અભ્યાસ જરૂરી છે. કારણ કે અધકચરું જ્ઞાન ક્યારેક કોઈની જિંદગી માટે નુક્શાનરૂપ સાબિત થાય છે. હવે મૂળ વાત પર આવીએ ઓફિસ નો પ્લાન જોયા પછી લાગે છે કે કેબિન પશ્ચિમ દિશામાં છે. એટલે વાસ્તુનિયમ મુજબ બેસવાની જગ્યા બરાબર છે. કામ કરતી વખતે ઉત્તર દિશા બાજુ મુખ કરતી વખતે ઉત્તર દિશા બાજુ મુખ રહે છે તે પણ બરાબર છે. પરિણામ ૧૦૦ રૂ. જેટલી મેહનત કરો અને ૧૦૦ રૂ. કમાઓ પરંતુ જો ૧૦૦ રૂ. ની મહેનતે ૨૦૦ રૂ. કમાવવા હોય તો દક્ષિણ - પશ્ચિમ દિશામાં બેસવું જોઈએ અને મોં પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ.

પ્રશ્ન- ૧. મારા ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ - પશ્ચિમમાં ખુલે છે અને રસોડાનું પ્લેટફોર્મ ઉત્તર- પશ્ચિમમાં છે તો તે યોગ્ય છે?

ઉત્તર ૧: પહેલાના વખતમાં લોકો ઘરના દરવાજા ખુલ્લા રાખતા હતા અને સૂર્યની હકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતી હતી. પરંતુ હવે જયારે ઘરના દરવાજા આખો વખત બેન્ડ રહેતા હોય છે ત્યારે હકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતા અવરોધાય છે, તેથી ગમે તે દિશામાં દરવાજો હોય ફરક પડતો નથી. રસોડામાં ઉત્તર દિશામાં પ્લેટફોર્મ હોય તે વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ નથી. જો શક્ય હોય તો એક નાનું પ્લેટફોર્મ પૂર્વ કે દક્ષિણ - પૂર્વ કે દક્ષિણ ખૂણામાં બનાવો કે જેના પર ગેસ ની સગડી મૂકી શકાય. પીવાનું અને રસોઈનું પાણી ઉત્તર-પૂર્વ કે ઉત્તર ખૂણામાં હોવું જોઈએ.

Download our Mobile App
  • Vastu Advisor User
  • Vastu Advisor Pro