Login Form

Create an Account ? SignUp

Forgot Password

Download Form

ફાયદા- નુકશાન માટે દિશાને દોષ દઈ શકાય?

ફાયદા- નુકશાન માટે દિશાને દોષ દઈ શકાય?

ક્યારેક બોસ ની બેસવાની જગ્યા પૂર્વ દિશામાં જ પરંતુ વધુ દક્ષિણ તરફ હોય તો નુકશાનકારક સાબિત થાય છે તેથી આ દિશા તરફ મુખ રાખીને ક્યારે પણ કામ કરવું જોઈએ નહિ.

'રીલીજીયન ઇઝ નથીંગ બટ ટુ લર્ન' આ શબ્દો સ્વામી વિવેકાનંદના છે.

ધર્મ આપણને આપણી જાત ને ઓળખવાની, સમજવાની રીત શીખવાડે છે. તે આપણને સમાજ પ્રત્યેની આપણી ફરજનું આપણ ને ભાન કરાવે છે. જયારે વિજ્ઞાન આપણને બહારની દુનિયાને ઓળખવાની, જાણવાની, સનજવાની રીત શીખવાડે છે. બહારની દુનિયાને જાણવા સમજવાના દ્વાર ખોલી આપે છે. કુદરત વિશે, આપણી આસપાસની દુનિયા વિષે, કુદરતના પરિબળો જેવા કે સૂર્ય, પૃથ્વીની ચુંબકીય શક્તિ, ગુરુતવાકર્ષણ બળ, વાયુશક્તિ વિષે જાણકારી આપે છે. આ કુદરતી પરિબળોનો હકારાત્મક રીતે ઉપયોગ કરીને તેનો વધુ માં વધુ ફાયદો કેવી રીતે ઉઠાવો તે આપણને વસ્તુશાસ્ત્ર શીખવાડે છે. આમ વાસ્તુશાસ્ત્રની મદદથી કુદરત ના નિયમોને અનુસરીને માનસિક અને શારીરિક રીતે સુખી રેહવાની ચાવી આપણને મળે છે.

છેલ્લા થોડા લેખોમાં આપણે બોસ ઓફિસમાં કામ કરતી વખતે કઈ દિશામાં બેસે છે, તેના અનુસંધાનમાં તેમને કઈ દિશા તરફ મુખ રાખીને કામ કરવું તે ચર્ચા કરી. તેમાં આપણે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ દિશા વિશે ચર્ચા કરી. આજે આપણે પૂર્વં દિશા - હકારાત્મક સૂર્યકિરણની દિશા વિષે ચર્ચા કરીશુ. આ દિશા હંમેશા હકારાત્મક સૂર્યકિરણોથી ભરપૂર હોય છે. જો પૂર્વ દિશા માં બોસની બેસવાની જગ્યા હોય તો તેમણે કઈ દિશા તરફ મુખ રાખીને કામ કરવું જોઈએ તે આપણે આજના લેખમાં જોઈશુ.

૧) ઉત્તર દિશા: આ દિશા હકારાત્મક ચુંબકીય તરંગ ની દિશા છે. અને પૂર્વ આ હકારાત્મક સૂર્યશક્તિની દિશા છે. આમ આ બંને દિશાનું સંયોજન થવાથી આ દિશા ઘણી હકારાત્મક બને છે અને બોસ ને ઘણો જ ફાયદો થાય છે. આખો દિવસ સ્ફૂર્તિમાં રહે છે. માનસિક શાંતિ ઘણી રહે છે અને પરિણામે સાચા અને સારા નિર્ણયો લઇ શકે છે અને સરવાળે કંપનીને ફાયદો થાય છે.

૨) દક્ષિણ દિશા: જો પૂર્વ દિશામાં બોસની બેસવાની જગ્યા હોય અને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને કામ કરે તો પૂર્વ દિશાની સારી અસર અને દક્ષિણ દિશાની ખરાબ અસર એકબીજાને અસરહીન બનાવે છે એટલે કે પૂર્વ દિશાની સારી અસરનો ફાયદો મળી શકતો નથી. ક્યારેક બોસ ને બેસવાની જગ્યા પૂર્વ દિશામાં જ પરંતુ વધુ દક્ષિણ તરફ હોય તો નુકશાનકારક સાબિત થાય છે તેથી આ દિશા તરફ મુખ રાખીને ક્યારેક પણ કામ કરવું જોઈએ નહિ.

૩) પૂર્વ દિશા: આ દિશા તરફ મુખ રાખીને બેસવા માટે ઘણી જ સારી છે. પરંતુ આ દિશામાં હકારાત્મક ચુંબકીય તરંગોની બને છે. રચનાત્મક કાર્ય કરવા માટે આ દિશા ઘણી જ સારી છે. પરંતુ નિર્ણાયક શક્તિ ખીલતી નથી.

Download our Mobile App
  • Vastu Advisor User
  • Vastu Advisor Pro