આપણા પ્રાચીન ઋષિમુનિઓ કે જેમણે વસ્તુની શોધ કરી અને વાસ્તુશાસ્ત્ર લખ્યું તેમને પણ કોઈ ચોક્કસ રૂમ ની જુદી જુદી દિશાઓ અને જુદી જુદી જગ્યાઓની જુદી જુદી અસરનો અનુભવ અવશ્ય થયો જ હશે
ગત પ્રકરણ માં આપણે જાણ્યું કે ઘરમાં નાની નાની બાબતોમાં વસ્તુને અનુસરવાથી સરવાળે જે ફાયદો થાય છે તે ઘણો મોટો હોય છે અને તેથી જ ઘરમાં શક્ય તેટલી વધુ ચીજ- વસ્તુઓ, ફર્નિચર વગેરે વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ગોઠવણી જરૂરી છે. જેથી આપણે વધુમાં વધુ ફાયદો મેળવી શકીએ. જો દરેક ચીજ વસ્તુને વાસ્તુનિયમ મુજબ ગોઠવણી શક્ય ન હોય પણ અંદરની ૬૦ ટકા ફાયદો તો થાય જ છે અને મુદ્દાઓ નીચે મુજબ છે.
૧) સુવાની જગ્યા અને દિશા (કઈ દિશામાં સૂવું અને કઈ દિશામાં માથું રાખીને સૂવું તે)
૨) રસોડાની દિશા અને તેની અંદરની ગોઠવણી.
પરંતુ જો તમારે ૮૦ થી ૯૦ ટકા ફળ પ્રાપ્ત કરવું હોય તો સુ કરવું? આ માટે જગ્યા અને દિશા બંનેનું યોગ્ય સંયોજન કરવું જરૂરી છે. દા.ત. માસ્ટર બેડરૂમ તો દક્ષિણ- પશ્ચિમમાં જ હોવો જોઈએ. પરંતુ જો માસ્ટર (ઘરનો કર્તાહર્તા, માલિક) યુવાન હોય તો તેણે સૂતી વખતે પૂર્વ દિશામાં માથું રાખવું જોઈએ. અને જો ઘરનો કર્તાહર્તા ૪૫ વર્ષથી વધુ વયનો હોય તો તેણે સૂતી વખતે પૂર્વ દિશામાં માથું રાખવું જોઈએ. અને જો ઘરનો કર્તાહર્તા ૪૫ વર્ષથી વધુ વયનો હોય તો તેણે સૂતી વખતે દક્ષિણ દિશામાં માથું રાખવું જોઈએ. આ બંને દિશાની અસર જુદી જુદી થાય છે. આનું કારણ નીચે મુજબ છે.
જો ઘરનો કર્તાહર્તા યુવાન હશે તો તેણે જીવનમાં હજી પ્રગતિ કરવાની છે, ઘણું પ્રાપ્ત કરવાનું છે. તેથી તેણે માટે પૂર્વ દિશા માં માથું રાખીને સુવાનું યોગ્ય રહેશે, અને ઘરના માલિકની ઉમર ૪૫ વર્ષ કે તેથી વધુ હશે તો તે તેના વેપાર-ધંધા માં બરાબર જામી ગયા હશે.
હવે તેમને જે મેળવળ્યુ છે તે ટકાવી રાખવાનું છે. આથી તેમને માટે દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાનું યોગ્ય રહેશે. વાસ્તુશાસ્ત્રમાં આવી જ બીજી અનેક ઝીણી ઝીણી બાબતો છે જેના યોગ્ય અભ્યાસ થી તમારી ઈચ્છઓ પુરી થઇ શકે છે, જોકે, એનસાઇકલોપીડીયા વાંચવાથી કોઈ ડૉક્ટર બની શક્યું છે ખરું?
વાસ્તુશાસ્ત્રના લેખોની શંખલામાં વાચકોને શક્ય તેટલા નાના મોટા દરેક મુદ્દાઓ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં પણ વાચકો તરફથી 'ગેસની સગડી કે દિશામાં મુકવી?' અને 'ઘરનો દરવાજો કઈ દિશામાં હોવો જોઈએ?' તેવા પ્રસ્નો વારંવાર પૂછવામાં આવે છે.
ઝીણા ઝીણા મુદ્દાઓ વિશે ચર્ચા કરતા એક વાત ધ્યાનમાં આવે છે કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ કે જેમણે વસ્તુની શોધ કરી અને વાસ્તુશાસ્ત્ર લખ્યું તેમને પણ કોઈ ચોક્કસ રૂમની જુદી જુદી દિશાઓ અને જુદી જુદી જગ્યાઓની જુદી જુદી અસરનો અનુભવ અવશ્ય થતો જ હશે. તેમને રૂમની અંદરની ગોઠવણીની અસરનો અનુભવ પણ હશે. તેથી જ વસ્તુમાં નાની નાની બાબતોની અસરને પણ એટલુંજ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે નાની મુસીબતો જ મોટી મુસીબતો તરફ દોરી જાય છે. દા.ત. જો ઊંઘ બરાબર નહીં થાય તો મગજને બરાબર આરામ આરામ નહિ મળે અને તે જ આપણને માનસિક તન તરફ દોરી જાય છે. માનસિક તાણથી મગજ ગુસ્સામાં રહે છે અથવા તો એકદમ હતાશ થઇ જવાય છે. આને કારણે લડાઈ - ઝગડા થાય છે. કોઈને મારવામાં અથવા તો જાતે મારવાના વિચારો આવે છે તેથી જ યોગ્ય રીતે ઘરના રૂમોની ફાળવણી અને રૂમની અંદરની ગોઠવણી તમને તમારા લક્ષ્ય પૈસા હોપ્ય, કોઈને સુખ-શાંતિ જોઈતા હોય, કોઈને નામના જોઈતી હોય તો કોઈને સંતોષ જોઈતો હોય. દરેક વ્યક્તિ પોતાની મનોકામના પુરી કરી શકે છે તેથી જ ઘરમાં શક્ય તેટલા દરેક નાના મોટા વાસ્તુનિયમોનું પાલન કરવું જોઈએ.
હવે કેટલાક પ્રસ્નોના ઉત્તર -
પ્રસ્ન: મારા ઘરનો મુખ્ય દરવાજો (અંદરથી) પૂર્વમાં ખુલે છે. રસોડું, બાથરૂમ અને બેડરૂમ પણ પૂર્વ દિશામાં જ છે. અમારો પલંગ દક્ષિણ-પૂર્વમાં છે અને અમે પશ્ચિમમાં માથું રાખીને સુઈએ છીએ. મારે ધંધામાં પ્રગતિમાં અવરોધ આવે છે, નાણાં ભીડ રહે છે. મારે શું કરવું જોઈએ ?
ઉત્તર: તમે કેટલા વર્ણન પરથી લાગે છે કે તમારે તમારી પત્ની સાથે નાના મોટા મતભેદ રહ્યા કરતા હશે અને તેના કારણે તમે ધંધામાં મન પરોવી સકતા નહિ હોવ. એમાંથી છૂટવા માટે તમારે દક્ષિણમાં માથું રાખીને સૂવું જોઈએ.